સ્વીડન દેશ માં મારો "આયુર્વેદિક" પ્રવાસ by ડો. આલાપ અંતાણી

સ્વીડન દેશ માં મારો "આયુર્વેદિક" પ્રવાસ
ડો. આલાપ અંતાણી
સર્વમંગલ આરોગ્યધામ -
ભુજ
મો. +91 94288 12871
ઓગષ્ટ મહિના ની 17 તારીખ ની સવારે અમદાવાદ થી 9 કલાક ની હવાઈ મુસાફરી પછી ભારત
થી 6000 કિલોમીટર દૂર ઉત્તરી યુરોપ ના દેશ સ્વીડન ના પાટનગર સ્ટોકહોમ ના એર્લાંડા
હવાઈ મથક પર અમારું વિમાન પહોચ્યું, અને અહીથી શરૂ થઈ આયુર્વેદ ના પ્રચાર
પ્રસાર ની મારી પ્રથમ વિદેશ યાત્રા. આમ તો વિદેશ નો મારો આ ચોથા નંબર નો પ્રવાસ, એટલે આ પ્રકાર ની મુસાફરીઓ નો થોડો અનુભવ ખરો,
પરંતુ આયુર્વેદ ના વિષય ને લઈને વિદેશ માં જઈને ત્યાના લોકો ને મળવાનો આ પ્રથમ
મોકો હોઈ મન માં કેટલાય વિચારો લઈને હું સ્વીડન પહોચ્યો.
સ્કેંડીનેવિયા દેશો માં ગણાતા સ્વીડન
નો સમાવેશ વિશ્વ ના ટોંચ ના સહુથી સમૃદ્ધ દેશો માં, અને 10 સહુથી ખુશ
દેશો (વર્લ્ડ હેપ્પીનેસ ઇંડેક્ષ) માં થાયછે. ઉત્તર ગોળાર્ધ ની નજીક હોવાને કારણે
શિયાળા માં અહીનું તાપમાન શૂન્ય થી 10 ડીગ્રી જેટલું ઓછું થઈ જાય અને આ ભૂમિ હિમ
ચાદર થી ઢંકાઈ જાયછે. જ્યારે ચોમાસા તથા ઉનાળા માં તાપમાન 10 થી 25 ડીગ્રી જેટલું
રહેછે અને દિવસ માં લગભગ 18 કલાક અજવાળું રહે છે. 2 લાખ અને 21 હજાર ટાપુઓ ધરાવતો આ
દેશ વિશ્વ માં સહુથી વધુ ટાપુઓ ધરાવતો દેશ છે. હવાઈ મુસાફરી વખતે આ દેશ માં
પ્રવેશતા ની સાથે જ સેંકડો ટાપુઓ નું વિહંગમ દ્રશ્ય નજર સામે આવે. વોલ્વો, સ્કાનીઆ અને આપણા દેશ માં બહુ ચર્ચિત બોફોર્સ જેવી કંપનીઓ આ દેશ ની જ
પેદાશ છે. દુનિયા ના સહુથી સન્માનનીય નોબલ પારિતોષિક આપનારો દેશ એટલે સ્વીડન.
હજારો સરોવરો અને સુંદર ઊંચા વૃક્ષો થી ઘેરાયેલા આ દેશે પ્રકૃતિ ને અનેરું મહત્વ
આપ્યું છે. માત્ર એક કરોડ ની વસ્તી (વિસ્તાર ની દ્રષ્ટિ એ દુનિયા માં 91મુ સ્થાન) ધરાવતો આ દેશે વિશ્વ ને પોતાની સ્વચ્છ હવા અને પાણી દ્વારા પ્રદુષણમુક્ત
વાતાવરણ નો રાહ ચીંધ્યો છે.
આધ્યાત્મિકતા અને જીવન જીવવાની યોગ્ય
દીશા ના અભાવે આ દેશ પાસે અઢળક પ્રાકૃતિક અને ભૌતિક સંપદાઓ હોવા છતાં વ્યક્તિગત
રીતે દરેક વ્યક્તિ ને પોતાના જીવન માં "કઈક ખૂટતું" હોવાનો ભાવ છે. આ
દેશ માં આર્થ્રાઇટીસ અને હાઇપર ટેન્શન જેવા રોગો કરતાં સ્ટ્રેસ અને કેન્સર જેવી
બીમારીઓ વધુ સામાન્ય રીતે જોવા મળેછે. બધુ જ મેળવીને પણ અંતર થી ખુશ ન હોઈએ એવો
અહેસાસ અહીના ઘણાખરા લોકો માં જોવા મળેછે. આ કારણો ને લીધે જ આયુર્વેદ જેવા મહાન
ભારતીય સ્વાસ્થ્ય જ્ઞાન દ્વારા સ્વસ્થ જીવન જીવવાની કળા શીખવા અહીના લોકો તત્પર
છે.
આ ભૂખ ને સંતોષવા માટે જ રાજધાની
સ્ટોકહોમ થી 300 કિલોમીટર દૂર યનશોપિંગ નામ ના શહેર માં અમૃત આયુર્વેદ અને યોગ ના
કેન્દ્ર દ્વારા આયુર્વેદ માં વર્ણવેલા સ્વસ્થ રહેવાના સિદ્ધાંતો ની સમજ અહીના લોકો
ને આપવા માટે ના એક ખાસ કાર્યક્રમ માં મુખ્ય વક્તા તરીકે જોડાવાનું મને આમંત્રણ
મળ્યું. આ કાર્યક્રમ માં આયુર્વેદ ના વિવિધ વિષયો જેવા કે દિનચર્યા,
ઋતુચર્યા, વાત - પિત- કફ, શરીર નું
મુખ્ય બંધારણ એવી સાત ધાતુઓ તથા વ્યક્તિ ની પ્રકૃતિ જેવા વિષયો ની મારા દ્વારા સમજ
આપવા માં આવી. પાંચ દિવસ ના આ કાર્યક્રમ માં મારે દરરોજ પાંચ કલાક સુધી વક્તવ્ય
આપવાનું હતું. સ્વાભાવિક રીતે આપણી માનસિકતા પ્રમાણે આપણ ને
નવા વિષય પર આટલા કલાકો સુધી કોઈને સાંભળવાનું ઘણું "કંટાળાજનક" બની જાય, પરંતુ અહીના લોકો ની વિષયો ને આત્મસાત
કરવાની અને "સ્વ" ને વધુ સ્વસ્થ રાખવાની ચાહ ને કારણે આટલા કલાકો બોલવા
છતાં પણ મને થાક નો અનુભવ નહોતો થયો.
આજે જ્યારે આપણા દેશ માં આયુર્વેદ ના
સ્વાસ્થ્યવર્ધક વિષયો ને સમજાવવા માટે સમાજ માં વૈધો ને સામે ચાલીને જવું પડેછે
અને આવા કાર્યક્રમો ને સફળ બનાવવા ઘણી જહેમત ઉઠાવવી પડેછે ત્યારે સ્વીડન ના દરેક
શહેર માં આયુર્વેદ અને યોગ જેવા વિષયો નો વધતો જતો પ્રચાર પ્રસાર અને લોકો માં
વધતી જતી ચાહના ને હું અનુભવી શક્યો છું. સ્વીડન ની યુનિવર્સિટી માં આયુર્વેદ ના
અભ્યાસક્રમો ચાલે છે,અને વિધ્યાર્થીઓ ને શ્લોકો સુદ્ધાં કંઠસ્થ
કરવાના હોયછે. સ્વીડન ના દરેક શહેર માં આયુર્વેદ ના ચીકીત્સા કેન્દ્રો છે જેમાં
વિવિધ પ્રકારની સ્વાસ્થ્યવર્ધક સારવારો પૂરી પાડવામાં આવેછે. નયનાબેન ચૌહાણ એ યોગ
અને આયુર્વેદ ના જ્ઞાતા છે અને સ્વીડન માં તેમનું પોતાનું યોગ અને આયુર્વેદ નું
કેન્દ્ર છે. આપણા માટે ગૌરવ ની વાત છે કે નયના બેન જેવા ભારતીયો દ્વારા વિદેશો માં
પણ ભારતીય વિચારધારાઓ અને સ્વાસ્થ્ય સંસ્કૃતિ નો પ્રચાર થઈ રહ્યો છે અને જેના
દ્વારા નાનકડા પાયે પણ મજબૂતી સાથે આયુર્વેદ અને યોગ જેવા વિષયો ની સ્વીકૃતિ વધી
રહી છે. આયુર્વેદ ની સાથે સાથે યોગ નો વ્યાપ પણ ઘણો વધ્યો છે. મહર્ષિ યોગી સંસ્થાન
અને પત્તાભિજોઇસ જેવા યોગ ગુરુઓ ના અથાગ પ્રયત્નો દ્વારા યોગ ના હજારો અનુયાયીઓ
અને સેંકડો શિક્ષકો કાર્યરત છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની સ્વીકૃતિ ની અસર પણ અહી
ખૂબ સુંદર રીતે જોવા મળેછે. આપણા સભ્ય સમાજ ની જન સામાન્ય માનસિકતા માં યોગ એ
માત્ર આસનો (કે કસરતો તરીકે) સીમિત છે, જ્યારે સ્વીડન માં
યોગ એ જીવન ને સતત સંતુલિત રાખવાનું સાધન છે. આપણે આજના આધુનિકતા ની ઝાકમજાળ વચ્ચે
આપણી જ સંસ્કૃતિ પર સંદેહ વ્યક્ત કરી રહ્યા છીએ ત્યારે આ દેશો માં આયુર્વેદ અને
યોગ ના વિષયો પર સંશોધન પત્રો રજૂ થઈ રહ્યા છે. સ્વીડિશ ભાષા માં દરેક ગ્રંથો
ઉપલબ્ધ છે. લીમડા થી લઈને હળદર સુધી અને પંચકર્મ થી લઈને સ્વસ્થ રહેવા માટેના દરેક
આયુર્વેદિક સિદ્ધાંત ની સાચી કિમત સમજવી હોય તો આ દેશ માં ડોકિયું કરવું પડે.
વિશ્વ માં એવા બહુ ઓછા દેશો છે
જ્યાના લોકો ત્રણેય ઋતુ ને માણી શકેછે અને આવા અનુકૂળ વાતાવરણ માં ઔષધીઓ પણ પુષ્કળ
પ્રમાણ માં મળી આવેછે, જ્યારે સ્વીડન જેવા ઠંડા પ્રદેશો માં બધા
પ્રકારની ઔષધીઓ ઊગી શક્તી નથી. આ કારણોસર કેટલીક ભારતીય આયુર્વેદિક કંપનીઓ ત્યાં
દવાઓ ના નિકાસ દ્વારા અઢળક કમાણી કરે છે. આપણે યોગ ને હમેશા નિશુલ્ક મળતું જ્ઞાન જ
સમજ્યા છીએ ત્યારે સ્વીડન માં મે યોગ શિક્ષકો ની વધતી જતી આર્થિક પ્રગતિ પણ જોઈ. આપણા
શહેરો માં આયુર્વેદ ના ડોક્ટર્સ ની સાથે અડધો થી એક કલાક લાંબી સ્વાસ્થ્ય અંગે ની લાંબી
ચર્ચા પછી પણ આપણી અપેક્ષા સોંઘી ફી આપવાની હોય છે ત્યારે સ્વીડન માં આયુર્વેદ ના
ડોકટર્સ ને મિનિટો મુજબ ફી આપવી પડેછે. વાત અહી પૈસા કમાવાની નથી, પરંતુ વૈધો દ્વારા રોગ ના નિદાન અને એની સારવાર માટે આપવા માં આવતા સમય
અને જ્ઞાન ની કિમત સમજવાની છે. સ્વીડન જેવા દેશો ક્યારેય જરૂરિયાત અને મહત્વ
સમજ્યા વિના કોઈપણ વાત કે વિષય ને સ્વીકારતા નથી ત્યારે આ લોકો માં આયુર્વેદ ને
મળેલી સ્વીકૃતિ નું વજન આપણે સમજવું જ રહ્યું.
મારા દરેક વકતવ્યો માં આયુર્વેદ ના
બધા જ શબ્દો મારા વિદેશી વિધાર્થીઓ માટે નવા હતા, તેમ છતાં દરેક શબ્દ
ની વિશેષ સમજ મેળવવાનો તેમનો આગ્રહ રહેતો. સતત નવા જ્ઞાન ની ભૂખ હોવાને કારણે જ
કદાચ આ ટચૂકડા દેશે સેંકડો વૈજ્ઞાનિકો ને જન્મ આપ્યો હશે એવું મારુ માનવું છે. અહી
સ્વાસ્થ્ય અને શિક્ષણ દરેક માટે નિશુલ્ક છે. ભણતર ભાર વિના
નું અને ફરજિયાત હોવાને કારણે તેમના વિચારો માં સ્વતંત્રતા ઉદભવે છે અને જે કેટલાય
નવા અને તાજા વિચારો ને જન્મ આપેછે. આયુર્વેદ નો એક વિષય
ભણાવો અને બીજા દિવસે જ તેઓ અલગ જ પ્રકાર ના પ્રશ્નો સાથે આવી પહોચે. આપણા
વિધાર્થીઓ માં આટલી ઉત્કંઠા અને ઉત્સાહ જવલ્લે જ જોવા મળે એ વાત આપણે સ્વીકારવી
પડશે. સમય નું પાલન એ પણ આ લોકો માથી શીખવા જેવો ગુણ છે. રોજિંદા જીવન ના દરેક
કાર્યો સમયસર પૂરા પાડવાથી જીવન ઘણું હળવાશ થી જીવી શકાય છે.
આયુર્વેદ જેવા મહાન જ્ઞાનરૂપી ભેટ ની
કદર આ દેશો માં વધતી જ જાયછે. આપણા થી પચાસ વર્ષ આગળ ની ટેક્નોલોજી નો ઉપયોગ કરીને
એમને જાણ થઈ ગઈ છે કે ટેક્નોલોજી ની સાથે સાથે સંસ્કૃતિ (જીવન જીવવાની એક ચોક્કસ
પદ્ધતિ) હોવી અત્યંત જરૂરી છે, નહિતર પશુઓ અને માનવો ના જીવન વચ્ચે ઝાઝું
અંતર નહીં રહે. જો સંસ્કૃતિ ને સાથે નહીં જોડાય તો ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય જોખમાશે. ભારતીય સંસ્કૃતિ માં તેમને
તેમની તકલીફો નો જવાબ દેખાય પણ છે. અંત માં હું એટલું જ કહીશ કે ભવિષ્ય માં આપણા જ
જ્ઞાન નો આપણા કરતાં પણ ઊંડો અભ્યાસ કરીને આપણને આયુર્વેદ ભણવા એમની જરૂર પડે તો
નવાઈ નથી, કેમ કે આપણે આયુર્વેદ અને યોગ જેવા વારસા ને માત્ર
સન્માન આપીને ભૂલી જઈએ છીએ જ્યારે વિદેશો માં એ જ્ઞાન ના ઉપયોગ દ્વારા જીવન
જીવવાની શરૂઆત થઈ ચૂકી છે, અને એની એક નાની એવી ઝલક મે મારી
સ્વીડન ની "આયુર્વેદિક યાત્રા" થી અનુભવી છે.




Very Good Alap! Keep it up!
ReplyDeleteCan we export our medi. Through you?
ReplyDeleteNice work dr alap
ReplyDeleteThank you everyone for your valuable words for this Blog...
ReplyDeleteVah Alap Bhai good work and nice article.
ReplyDeleteWow that's really great opportunity you got and we always feeling proud for you.
ReplyDeleteIt seems very interesting to share about our Aurveda
Thank you very much
ReplyDeleteVah....adbhut...karya alapbhai....bhagyashali ne aavi Tak malti hoy chhe....Abhinandan....
ReplyDeleteThank you sir..
DeleteVery Good bhai keep it up nice article
ReplyDeleteThank you...
ReplyDeleteReally the great experience alapbhai. And the great narration too. Wish you all the best for such a great future. Happy for you always.
ReplyDeleteThank you Dr Dipesh Bhai..
DeleteVery good inspirational work sir...you were best during our course and so as in this trip you must have given your best...as always you deserve it..sir.all the best for your future...enterprise in the same direction...
ReplyDeleteThank you for the compliments....
Deletenice article alap sir
ReplyDeleteRajesh rathod, raj ads, bhuj