14 NOVEMBER * International Diabetes Day * * મધુર જીવન માં કડવાશ ઉમેરતું – ડાયાબિટીસ * ડો. આલાપ અંતાણી સર્વમંગલ આરોગ્યધામ ભુજ. Mob. 94288 12871 નમસ્કાર મિત્રો !! હા એ સાચી જ વાત છે કે જીવન હંમેશા મધુરતા થી ભરપૂર હોવું જોઈએ અને એ જ સુખ ની ચાવી છે, પરંતુ શરીર માં જ્યારે મધુરતા વધી જાય ત્યારે એ દુખો નું મૂળ બની જાય છે. આપણો આજનો વિષય પણ એવા રોગ ની ચર્ચા કરવાનો છે કે જેનાથી વિશ્વ નાં ૪૨ કરોડ ૨૦ લાખ (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ના ૨૦૧૪ નાં સર્વેક્ષણ અનુસાર) જેટલા લોકો પીડાય છે. આ રોગ છે “ડાયાબિટીસ” અથવા તો આપણે જેને સાદી ભાષા માં “મધુપ્રમેહ” તરીકે ઓળખીએ છીએ તે. આપણો દેશ આ રોગ ધરાવતા લોકો ની સંખ્યા માં વિશ્વ માં પ્રથમ ક્રમે બિરાજે છે જે ખુબ ચિંતાજનક બાબત છે. ભારત માં ૭ કરોડ જેટલા લોકો આ રોગ નો શિકાર છે જેમાં સ્ત્રીઓ ની પણ સંખ્યા પણ ઘણી વધુ છે. ડાયાબીટીસ ના મુખ્ય બે પ્રકાર છે. ટાઈપ ૧ અને ટાઈપ ૨. એમાં ટાઈપ ૨ ને ડાયાબીટીસ મેલાઇટસ પણ કહેવાય છે અને વિશ્વ ના ૯૫% જેટલા ડાયાબીટીસ ના દર્દીઓ ટાઈપ ૨ ડાયાબીટીસ થી પીડાય છે એટલે આજના આ લેખ માં આપણે એના પર માહિતી મેળવીશું. ડાય...