Posts

Showing posts from September, 2019

ભુજ (કચ્છ) માં સ્પોર્ટ્સ અને ફિટનેસ માટે બદલાતો અભિગમ - by ડો. આલાપ અંતાણી તથા ડો અભિનવ કોટક

Image
ભુજ ( કચ્છ) માં સ્પોર્ટ્સ અને ફિટનેસ માટે બદલાતો અભિગમ ડો અભિનવ કોટક તથા ડો. આલાપ અંતાણી દુનિયા માં એ જ સમાજ પ્રગતિશીલ હોય છે જેનો દરેક સભ્ય પોતાના સ્વાસ્થ્ય માટે સજાગ હોય છે. આજકાલ ના સમય માં વધતી જતી સુવિધાઓ વચ્ચે માણસ પોતાની પ્રાકૃતિક શક્તિઓ અને કાબેલિયત ને ખોઈ રહ્યો છે. વાહનો થી લઈને કોમ્પ્યુટર અને મોબાઈલ દ્વારા આપણે વધુ ને વધુ રોગીષ્ઠ બનતા જઈએ છીએ અને નિયમિત રીતે નવા નવા રોગો ને આપણાં શરીર માં પધારવા આમંત્રિત કરતાં રહીએ છીએ. આજના કહેવાતા આધુનિક યુગ માં ટેકનૉલોજિ નો ઉપયોગ જરૂરિયાત મુજબ અને આરોગ્ય ને ધ્યાન માં કરવો ખૂબ જરૂરી છે તે જ રીતે શારીરક કસરતો અને વિવિધ આઉટડોર રમતો દ્વારા પોતાના શરીર ને સતત માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રાખવું પણ ફરજિયાત બન્યું છે. ભુજ શહેર ની જ જો વાત કરીએ તો છેલ્લા 5 થી 7 વર્ષ માં રમતજગત અને વિવિધ પ્રકારની સાહસિક પ્રવૃત્તિઓ ના ક્ષેત્રે તેજી આવી છે. પહેલા ના સમય માં હમીરસર ની પાળ પર બેઠા બેઠા સ્વજનો સાથે ચર્ચાઓ માં જ પોતાનો સમય ખર્ચી નાખતા દ્રશ્યો જ ભુજ માં જોવા મળતા.આજે સાયકલિંગ , રનિંગ , ટેનિસ , સ્વિમિંગ , વોકિંગ અને ટ્રેકિંગ જેવી સ્...

સ્વીડન દેશ માં મારો "આયુર્વેદિક" પ્રવાસ by ડો. આલાપ અંતાણી

Image
સ્વીડન દેશ માં મારો "આયુર્વેદિક" પ્રવાસ ડો. આલાપ અંતાણી સર્વમંગલ આરોગ્યધામ - ભુજ મો. +91 94288 12871 ઓગષ્ટ મહિના ની 17 તારીખ ની સવારે અમદાવાદ થી 9 કલાક ની હવાઈ મુસાફરી પછી ભારત થી 6000 કિલોમીટર દૂર ઉત્તરી યુરોપ ના દેશ સ્વીડન ના પાટનગર સ્ટોકહોમ ના એર્લાંડા હવાઈ મથક પર અમારું વિમાન પહોચ્યું , અને અહીથી શરૂ થઈ આયુર્વેદ ના પ્રચાર પ્રસાર ની મારી પ્રથમ વિદેશ યાત્રા. આમ તો વિદેશ નો મારો આ ચોથા નંબર નો પ્રવાસ , એટલે આ પ્રકાર ની મુસાફરીઓ નો થોડો અનુભવ ખરો , પરંતુ આયુર્વેદ ના વિષય ને લઈને વિદેશ માં જઈને ત્યાના લોકો ને મળવાનો આ પ્રથમ મોકો હોઈ મન માં કેટલાય વિચારો લઈને હું સ્વીડન પહોચ્યો. સ્કેંડીનેવિયા દેશો માં ગણાતા સ્વીડન નો સમાવેશ વિશ્વ ના ટોંચ ના સહુથી સમૃદ્ધ દેશો માં , અને 10 સહુથી ખુશ દેશો (વર્લ્ડ હેપ્પીનેસ ઇંડેક્ષ) માં થાયછે. ઉત્તર ગોળાર્ધ ની નજીક હોવાને કારણે શિયાળા માં અહીનું તાપમાન શૂન્ય થી 10 ડીગ્રી જેટલું ઓછું થઈ જાય અને આ ભૂમિ હિમ ચાદર થી ઢંકાઈ જાયછે. જ્યારે ચોમાસા તથા ઉનાળા માં તાપમાન 10 થી 25 ડીગ્રી જેટલું રહેછે અને દિવસ માં લગભગ 18 કલાક અજ...