ભુજ (કચ્છ) માં સ્પોર્ટ્સ અને ફિટનેસ માટે બદલાતો અભિગમ - by ડો. આલાપ અંતાણી તથા ડો અભિનવ કોટક
દુનિયા માં એ જ સમાજ પ્રગતિશીલ હોય
છે જેનો દરેક સભ્ય પોતાના સ્વાસ્થ્ય માટે સજાગ હોય છે. આજકાલ ના સમય માં વધતી જતી
સુવિધાઓ વચ્ચે માણસ પોતાની પ્રાકૃતિક શક્તિઓ અને કાબેલિયત ને ખોઈ રહ્યો છે. વાહનો
થી લઈને કોમ્પ્યુટર અને મોબાઈલ દ્વારા આપણે વધુ ને વધુ રોગીષ્ઠ બનતા જઈએ છીએ અને
નિયમિત રીતે નવા નવા રોગો ને આપણાં શરીર માં પધારવા આમંત્રિત કરતાં રહીએ છીએ. આજના
કહેવાતા આધુનિક યુગ માં ટેકનૉલોજિ નો ઉપયોગ જરૂરિયાત મુજબ અને આરોગ્ય ને ધ્યાન માં
કરવો ખૂબ જરૂરી છે તે જ રીતે શારીરક કસરતો અને વિવિધ આઉટડોર રમતો દ્વારા પોતાના
શરીર ને સતત માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રાખવું પણ ફરજિયાત બન્યું છે.
ભુજ શહેર ની જ જો વાત કરીએ તો છેલ્લા
5 થી 7 વર્ષ માં રમતજગત અને વિવિધ પ્રકારની સાહસિક પ્રવૃત્તિઓ ના ક્ષેત્રે તેજી
આવી છે. પહેલા ના સમય માં હમીરસર ની પાળ પર બેઠા બેઠા સ્વજનો સાથે ચર્ચાઓ માં જ પોતાનો
સમય ખર્ચી નાખતા દ્રશ્યો જ ભુજ માં જોવા મળતા.આજે સાયકલિંગ,
રનિંગ, ટેનિસ, સ્વિમિંગ, વોકિંગ અને ટ્રેકિંગ જેવી સ્વાસ્થ્યપ્રદ પ્રવૃત્તિઓ સાથે પણ સેંકડો
ભુજવાસીઓ જોડાયા છે. ભુજવાસીઓ હવે તો સતત 12 કલાક સુધી દોડનારા રમતવીરો થી લઈને
એવરેસ્ટ બેઝ કેમ્પ, કીલીમાંજારો અને લદ્દાખ ના ઉત્તુંગ શિખરો
સર કરતા થયા છે. આ ઉપરાંત મેરેથોન માં ડો. આલાપ અંતાણી, ટેનિસ
માં આર્યન શાહ અને ટેબલ ટેનિસ માં મિહિર ગાંધી, અને ઇશાન હિંગોરાણી, વોલી બોલ માં કેના ધોળકિયા, લેવા પટેલ શૈક્ષણિક
સંસ્થા ની વિધ્યાર્થિનીઓ કબડ્ડી તથા હેન્ડ બોલ માં માતૃછાયા કન્યા વિધ્યાલય ની
વિધ્યાર્થિનીઓ ના નામો ઝડક્યા છે.આ સિવાય
ની રમતો માં પણ ભુજ ના રમતવીરો એ પોતાનું કૌવત બતાવ્યુ છે. આ પ્રવૃત્તિઓ માત્ર
પુરુષો સુધી મર્યાદિત ન રહેતા મહિલાઓ અને યુવતીઓ પણ વિવિધ રમતો માં આગવી સિદ્ધિઓ
પ્રાપ્ત કરી ચૂકી છે.
સાયકલિંગ ની જો વાત કરીએ તો ડો અભિનવ
કોટક ના જણાવ્યા અનુસાર લગભગ દસ થી પણ વધુ વર્ષો પહેલા ભુજ માં શરૂ થયેલી એક નાની
એવી નિયમિત રીતે સાયકલિંગ કરવાની પ્રવૃત્તિ આજે એક લાંબા અંતર ની સાયકલિંગ ની રમત
તરીકે ઉજવાય છે. ભુજ બાઈસિકલ ક્લબ ની સ્થાપના પછી આ પ્રવૃત્તિ વધુ ને વધુ
ઊંચાઈઓ સર કરી રહી છે. અલબત ભુજ માં નાના મોટા ઘણા સાયકલિંગ ગ્રૂપ ખૂબ સારી રીતે
સાયકલિંગ ની પ્રવૃત્તિ કરી રહ્યા છે, અને ભુજ બાઈસિકલ ક્લબ ના દરેક કાર્યક્રમો
માં હોંશભેર ભાગ લે છે. નિયમિત રીતે 20 થી 30 કિલોમીટર ની સાયકલિંગ કરતાં ભુજ
બાઈસિકલ ક્લબ ના સભ્યો દ્વારા નિયમિત રીતે 100, 200, 300, 400 અને 600 કિલોમીટર ની સાયકલિંગ નું પણ
આયોજન કરવામાં આવેછે. ભુજ બાઈસિકલ ક્લબ એ એક રજિસ્ટર્ડ સાયકલિંગ ગ્રૂપ છે. ભુજ ના નગરજનો માં સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય જાળવણી
ના ધ્યેય સાથે કાર્યરત ભુજ બાઈસિકલ ક્લબ (બી.બી.સી.) ના સભ્ય એવા જિગ્નેશ નિરંજનભાઈ જેઠવા ની પસંદગી
આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ એવી ફ્રાંસ ની પેરિસ - બ્રેસ્ટ- પેરિસ(પી.બી.પી.) સાઇકલ
સ્પર્ધા માટે થઈ છેસવાર ના ખુશનુમા વાતાવરણ માં એકાદ કલાક ની સાયકલિંગ દ્વારા આપણાં મન અને
શરીર ને વિશેષ પ્રકાર ની તાજગી નો અનુભવ થાય છે. આ ઉપરાંત શરીર ની ઉર્જા નો ખર્ચ
થવાથી મેદસ્વીતા અને કોલેસ્ટેરોલ વધવાની શક્યતાઓ પણ ઘટી જાયછે. આ ઉપરાંત પ્રકૃતિ ના
સૌંદર્ય ની મીઠાસ પણ અનેરો આનંદ આપેછે. ભુજ ની આસપાસ ના ડુંગરાળ પ્રદેશો વચ્ચે થી
પસાર થતાં રસ્તાઓ શારીરીક કસોટી પણ લઈ લે છે.
![]() |
| Bhuj Runners Group |
ડો. આલાપ અંતાણી ના જણાવ્યા અનુસાર સાયકલિંગ ની જેમ ભુજ માં છેલ્લા એક
વર્ષ થી લાંબા અંતર ની દોડ નું ચલણ પણ ખૂબ વધતું જાય છે. દોડ માટેની આ પ્રેરણા
આપેછે ભુજ ના દોડવીરો નું ભુજ રનર્સ ગ્રૂપ. નિયમિત રીતે ભુજ ના રસ્તાઓ પર સવાર ના
6 વાગ્યે 5 થી 10 કિલોમીટર જેટલા અંતરે દોડતા કોઈ ગ્રૂપ ને તમે જુઓ એટલે એ હશે ભુજ
રનર્સ ગ્રૂપ ના સભ્યો. ભુજ રનર્સ ગ્રૂપ ના ડો આલાપ અંતાણી ના જણાવ્યા પ્રમાણે
એક વર્ષ પહેલા માત્ર 6 થી 7 મિત્રો સાથે શરૂ થયેલ આ પ્રયાસ માં આજે 50 થી
વધુ સભ્યો નિયમિત રીતે દોડે છે. ગયા વર્ષે અમદાવાદ માં યોજાયેલ રાષ્ટ્રીય સ્તર ની
મેરેથોન દોડ માં 21 કિલોમીટર થી લઈને 42 કિલોમીટર ની દોડ આ ગ્રૂપ ના 15 થી વધુ
સભ્યો એ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ, અને આગામી નવેમ્બર માસ માં
30 થી વધુ સભ્યો આ સ્પર્ધામાં જોડાશે. લાંબા અંતર ની દોડ એ શારીરિક અને માનસિક
રીતે થકાવી દેતી પ્રક્રિયા છે, અને એ માટે સતત પરિશ્રમ કરતાં
રહેવું બહુ જ જરૂરી છે. ભુજ શહેર માં લાયન્સ ક્લબ જેવી સંસ્થાઓ સાથે મળીને ભુજ
રનર્સ ગ્રૂપ એઇડ્સ અવેરનેસ, ટ્રાફિક વિષે જાગૃતિ, ડીપ્રેશન જેવા વિષયો વિષે લોકો ને જાગૃત કરવા દોડ નું આયોજન કરી ચૂકી છે.
દરરોજ સવારે વહેલા ઊઠીને દોડવા ની પ્રવૃત્તિ દ્વારા સૌપ્રથમ સ્વ ના સ્વાસ્થ્ય ને
સારું રાખવાની પહેલ આ ગ્રૂપ નું મુખ્ય ધ્યેય છે. આ ઉપરાંત માત્ર મહિલાઓ માટે નું
દોડ નું પિંકેથોન ગ્રૂપ પણ કાર્યરત છે.
મહત્વ ની વાત આ છે કે આ પ્રવૃતિઓ માં
જોડાયેલ દરેક રમતવીર માત્ર સ્વ નો વિકાસ પૂરતો સીમિત ન રહેતા સ્વસ્થ રહેવા માટે
સેંકડો લોકો ને પ્રેરણા પૂરી પાડેછે. માત્ર દસેક લોકો થી શરૂ થયેલી સાયકલિંગ ની પ્રવૃત્તિ
માં આજે બી.બી.સી. દ્વારા યોજાતા સાયકલિંગ ના વિવિધ કાર્યક્રમો માં 1000 જેટલા
લોકો ભાગ લે છે, અને એ જ રીતે 6 થી 7 દોડવીરો થી શરૂ થયેલ રનિંગ ની પ્રવૃત્તિઓ
માંથી શરૂ કરીને ભુજ રનર્સ ગ્રૂપ ના વિવિધ કાર્યક્રમો માં 750 જેટલા લોકો ભાગ લે
છે. આ પ્રવૃત્તિઓ ના પગલે ગાંધીધામ, માંડવી , માધાપર તેમજ અન્ય નાના શહેરો માં પણ વિવિધ ક્લબો અને ગ્રૂપ કાર્યરત થયા
છે. ભુજ જેવા નાના શહેર માં રમતજગત ક્ષેત્રે થયેલી ક્રાંતિ સમગ્ર
કચ્છ ની પ્રજા અને તેના સ્વાસ્થ્ય ની જાળવણી માટે પ્રેરણા આપેછે.




જય હિન્દ
ReplyDeleteબહુજ સરસ લખ્યો છે
ભુજ રનર્સ ગ્રુપ માં વધુ ને વધુ લોકો જોડાય.
Dhanyawad Hitesh Bhai..
ReplyDeleteખુબ જ સરસ અભિગમ છે લોકોને પ્રેરણા મળે છે અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે છે શરીર અને મન વધુને વધુ સ્વસ્થ બને છે ધન્યવાદ
ReplyDeleteDhanyawad Dr Sudhir Paleja sir..
DeleteWow it's nice to have detailed information about bhuj Runners & BBC
ReplyDeleteThank you Satya..
ReplyDelete